Master Gaurang Patel...
શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ.
"શૈક્ષણિક માહિતી + સ્પર્ધાત્મ્ક પરીક્ષાને લગતી માહિતી/પરીક્ષા વગેરેની માહિતી શેર કરવા માટે આ બ્લોગના માધ્યમથી એક નાનક્ડો પ્રયાસ કર્યો છે,આશા છે આપ સૌને ગમશે." - મારા આ બ્લોગમા આપનું સ્વાગત છે.-ગૌરાંગ પટેલ
Pages
Apply Online
ગુજરાતના-જોવાલાયક સ્થળો
- ગુજરાતના-જોવાલાયક સ્થળો
- વાર્તાઓ
- ગુજરાત જનરલ નોલેજ
- બ્લોગ બનાવવાની રીત
- ઉપયોગી વેબસાઈટ
- Photo Gallery
- School Materials
- PARIPTRO
- TALIM MODULE
- PROJECTS
- PRAGNA MATERIALS
- SCHOOL USEFUL FILES
- Excel Sheets
- Pragna Song Mp3 Download
- SARKARI SAHAY ARAJIPATRAKO
- સ્વાગત ગીત
- દેશભક્તિ ગીત
- નાટક
- પ્રાર્થના / કાવ્યો
- પ્રેરક લેખ
- ઘરેલુ ઉપચારો
- અંગ્રેજી શીખો સરળતાથી
- આપણું આરોગ્ય
- સંસ્કૃત શીખો સરળતાથી
- Banks IFSC Code
જનરલ નોલેજ
ABOUT ME
Sunday, 1 June 2025
Sunday, 17 July 2022
ફિંડલા :એક એવું ચમત્કારિક ફળ છે જે રોગોને જડમૂળથી કરે છે દૂર !
ફિંડલા :
એક એવું ચમત્કારિક ફળ છે જે રોગોને જડમૂળથી કરે છે દૂર !
શું છે ફિંડલા?
ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે અને તે નોપાલ્સ કેક્ટસ (થોર) પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા (Opuntia ficus-indica) છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ જોવા મળે છે. આ ફળ મોટાભાગે સૂકી આબોહવા હોય ત્યાં જોવા મળે છે. આ ફળ શરીર માટે ઘણું જ ગુણકારી છે.
ફિંડલા શા માટે સ્વાસ્થ્ય માટે ફાયદારુપ છે?
ફિંડલા એટલે કે પ્રિક્લિ પિઅરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો, વિટામિન અને રેશા હોય છે. આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલા ગુણકારી છે કે તેનો મેડિકલ અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ફળમાં રહેલું લો કોલેસ્ટ્રોલ અને સેટ્ચ્યુરેટેડ ફેટ વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હ્રદય રોગના દર્દીઓ માટે આશિર્વાદરુપ છે. આવો જાણીએ ફિંડલાના અનેક ફાયદા..
ફટાફટ ઉતરશે વજન
આખી દુનિયામાં વજન વધવાના કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે, આજની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે અઢળક પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે જો તમે વજન ઉતારવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવ તો આ હેલ્ધી ફળ ઉપયોગી સાબિત થશે. ભૂખ ના હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો ફિંડલા વધારે ફાયદો કરાવશે. કારણ કે તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખને ઓછી કરશે.
કેન્સર સેલ્સ સામે લડશે
ફિંડલામાં રહેલું ફ્લેવોનોઈડ નામનું તત્વ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરિન, સર્વિકલ અને ફેફસાના કેન્સરના જોખમને ઘટાડે છે. ઉંદર પર કરાયેલા રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે. આ સિવાય શરીરમાં રહેલા રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે.(આ આર્ટીકલ આપ SARAS : આપણું ગામ ના માધ્યમથી વાંચી રહ્યા છો.)
પેટના ચાંદા દૂર કરે છે
ફિંડલામાં રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની સાથે પેટના રોગોમાં પણ ફાયદારુપ છે. પેટમાં ચાંદા પડતા હોય અને લાંબા સમયથી દવાઓ કર્યા પછી ફરી ઉથલો મારતો હોય તો ફિંડલાથી જરુર રાહત મળશે. જેમને વારંવાર પેટમાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે ફિંડલાનો રસ ઘણો જ ફાયદારુપ સાબિત થાય છે.
ડાયાબિટિસમાં ફાયદારુપ
લોહીમાં સુગરનું પ્રમાણ વધતું અટકાવવામાં અને સુગર લેવલને કંટ્રોલ રાખવાનું કામ પણ આ ફળ કરે છે, છતાં આ અંગે વધુ રિસર્ચ અને સંશોધનો કરવામાં આવી રહ્યા છે. લોહીમાં ગ્લુકોસનું પ્રમાણ વધવાથી ઘણી તકલીફો શરુ થઈ જાય છે ત્યારે ફિંડલા ફળમાં રહેલા તત્વો ટાઈપ-II ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
લિવરની કરે છે સુરક્ષા
ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે લિવર માટે પણ ફિંડલાનો રસ ઘણો ફાયદાકારક છે. લિવર શરીરનું મહત્વનું ઓર્ગન છે. પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડો-પેશાબથી લઈને અનેક બીમારીઓ થતી હોય છે. પિતાશય લોહીને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. માટે ફિંડલાનો રસ, જામ કે જેલી ખાવાથી પિત્તાસયની તકલીફો દૂર રહે છે.
ચયાપચનની પ્રક્રિયામાં સુધારો
ફિંડલામાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જેમકે, ફ્લેવોનોઈડ્સ, ક્યુર્સેટિન્સ, ગેલિક એસિડ, ફેનોલિક તત્વ વગેરે. આ એન્ટિઓક્સિડેન્ટ્સના કારણે યકૃત એટલે કે પિત્તાશયને રાહત મળે છે. આ બધાની સાથે પાચનશક્તિ સારી બનશે અને તમે સ્વસ્થ રહેશો. પેલી કહેવાત છે ને.. જેનું પેટ સાફ તો સાફ તેને રોગો કરે માફ..
દાંત, હાડકા થશે મતબૂત
આપણા શરીરને વિવિધ ખોરાકમાંથી પોષક તત્વો તો મળી જતા હોય છે પણ શરીરને જરુરી કેલ્સિયમનો અભાવ રહે છે જેના કારણે દાંત અને હાડકાની તકલીફો થાય છે. તાજા ફિંડલાના ફળમાં 83 મિલિગ્રામ કેલ્સિયમ હોય છે. આ કેલ્સિયમ તમારા હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.(આ આર્ટીકલ આપ SARAS : આપણું ગામ ના માધ્યમથી વાંચી રહ્યા છો.)
ફિંડલા શરીરને રાખે છે સ્વસ્થ
કેક્ટરનું ફિંડલા નામનું ફળ શરીરને હૃષ્ટપૃષ્ટ રાખે છે, અને તમે જાણ્યું તે પ્રમાણે કેટલાક જરુરી તત્વો પણ પૂરા પાડે છે. ફિંડલાનો ઉપયોગ કરતા પહેલા તે તમારા શરીર માટે કઈ રીતે વધારે ફાયદારુપ બની શકે છે તે માટે આયુર્વેદના જાણકાર વ્યક્તિ પાસે માહિતી લેવાથી તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે.
ઘરે ઉગાવી શકાય?
જો અનુકૂળ આબોહવા અને જગ્યા હોય તો આ કેક્ટસને ઘરે પણ ઉગાવી શકાય છે, બસ તમારે આ કેક્ટસનો છોડ કે તેનો અમૂક ભાગ મળી જાય તો તેને ઉગાડી શકાય છે. આ છોડ ઉગાવવા માટે મૂળિયાવાળા છોડની જરુર નથી હોતી માટે તેનો એ નાનો ટૂકડો મળી જાય તો તેને સૂકી જમીનમાં ઉગાડી શકાય. ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં કે નર્સરીમાં તપાસ કરવાથી આ છોડ મેળવી શકાય છે.
ફિંડલાનું શરબત
ફિંડલાના ફળનું શરબત પણ બનાવી શકાય છે. આયુર્વેદ સ્ટોર, ધાર્મિક સ્થળ સારંગપુર માં આ શરબત મળે છે.
Sunday, 26 June 2022
વાંસનું શાક વાંસના ફળ, ફૂલ, પાંદડા અને ધડ બધું જ ઉપયોગી
દંડકારણ્ય વનપ્રદેશ ડાંગમાં હાલ કુમળા વાંસની સિઝન ચાલી રહી છે ત્યારે અહીં કુમળા વાંસનું શાક તેમજ અથાણું બનાવવામાં આવે છે. કુમળા વાંસને વાંસદી કે વાંસકીલ નામે ઓળખવામાં આવે છે. કુદરતી રીતે ઉગી નીકળતા માનવેલ વાંસના કુમળા અંકુર જેવા પીલાનું અહીંના આદિવાસીઓ શાક બનાવીને ખાય છે. આ ઉપરાંત તેનું અથાણું પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં છેવાડે આવેલા ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ જોવા મળે છે જેનું આયુષ્ય આશરે ચાલીસ વર્ષ જેટલું હોય છે.
જ્યાં સુધી વાંસ પર ફૂલ ન આવે ત્યાં સુધી વાંસ લીલાછમ રહે છે. લગભગ ચાલીસમાં વર્ષે ફૂલો આવ્યા પછી એનું જીવન પૂરું થાય છે. જો કે એ ફૂલોમાંથી જે ફૂલ બંને એ જમીન પર પડવાથી તરત જ નવા વાંસનો જન્મ થાય છે.
વાંસના પાન પાતળા અને લાંબા હોય છે, જેને આગળનો ભાગ ભાલાના ફણાની જેમ અણીવાળો હોય છે. હાલની સિઝનમાં વાંસ સરળતાથી મળી જતા હોવાથી મોટી સંખ્યામાં લોકો તેનો ખાવામાં ઉપયોગ કરે છે જ્યારે ૪૦ વર્ષ બાદ વાંસ ઉપર આવતા બીજમાંથી દળીને રોટલા કે શીરો બનાવી ઉપયોગમાં લેવાય છે. વાંસના ફળ, ફૂલ, પાંદડા અને ધડ બધંુ જ કયાંકને કયાંક કામમાં આવે છે.
આદિવાસી ગામડાંઓમાં વાંસની પટ્ટીઓને ગુંથીને કાચા મકાનોની દીવાલ બનાવવામાં આવે છે અને વાડાને સુરક્ષિત બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત બાંધકામ ઉદ્યોગમાં, મકાન બાંધવામાં ઇમારતી લાકડાં તરીકે, ખેત ઓજારો બનાવવામાં આવે છે. પાટલા, હોડી, તરાપા, કમાનો, નદીનાળા પર પુલો, ફર્નિચર, સુપડા, નિસરણી વગેરે બનાવવામાં વાંસનો ઉપયોગ થાય છે. તેમજ વાંસમાંથી કલાત્મક ચીજવસ્તુઓ પણ બનાવવામાં આવે છે. કુમળા વાંસનો વિવિધ ખાદ્ય બનાવટોમાં ઉપયોગ થાય છે, જેને વાસકીલ, વાસદે કે વાંસદી એમ કહેતા હોય છે. કેટલાક લોકો તેને આખું મીઠંુ ભરી સુકવીને અન્ય ઋતુમાં પણ શાક બનાવતા હોય છે.
Wednesday, 19 January 2022
Thursday, 13 January 2022
મકરસંક્રાંતિ વિષે...
#છેલે_સુધી_વાચો_મકરસંક્રાંતિ_વિશે
🔷🔶#મકરસંક્રાંતિ_હાદિઁક_શુભેચ્છા_મિત્રો 🔷🔶
#સૂર્ય_પર_આધારિત_મકરસંક્રાંતિને_હિન્દુ_ધર્મમાં ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. વેદો અને પુરાણોમાં પણ આ દિવસનો ઉલ્લેખ જોવા મળે છે. દિવાળી, હોળી, શિવરાત્રિ અને અન્ય તહેવાર સાથે વિશેષ કથાઓ જોડાયેલી છે અને આ બધા જ તહેવાર અંગ્રેજી મહિના અનુસાર ન આવતાં હિન્દુ માસ અને તિથિ મુજબ આવે છે, જ્યારે મકરસંક્રાંતિ એ એક ખગોળીય ઘટના છે અને તેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે. આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરીએ આવે છે. મકરસંક્રાંતિનો વૈજ્ઞાાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે. આ દિવસે આપણી ધરતી એક નવા વર્ષમાં અને સૂર્ય એક નવી ગતિમાં પ્રવેશ કરે છે.
૧૪મી જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી પર સારા દિવસની શરૂઆત થાય છે. આવું એટલા માટે કારણ કે સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે.
મકરસંક્રાંતિને અલગ-અલગ પ્રદેશોમાં અલગ-અલગ નામથી ઓળખવા તથા મનાવવામાં આવે છે. જેમ કે, મકરસંક્રાંતિને તમિલનાડુમાં પોંગલ તરીકે, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા કેરળમાં માત્ર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિળ ગુળ ઘ્યા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌના મોઢે સાંભળવા મળે છે. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે બીજી સ્ત્રીઓને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર-કંકુ લગાવીને તલ-ગોળની સાથે
ઉપહારોની પૂજા કરીને તેમને ભેટ આપે છે.
પતંગ ઉડાવવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલકાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઇક દિન ચંગ ઉડાઈ, ઇન્દ્રલોક મેં પહૂંચ ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાવ્યો હતો.
#એક_વાર_શ્રીરામનો_પતંગ_ઇન્દ્રલોકમાં_પહોંચી #ગયો. જેને જોઈને દેવરાજ ઇન્દ્રની પુત્રવધૂ અને જયંતની પત્નીએ એ પતંગને પકડી લીધો અને વિચારવા લાગી, ‘જાસુ ચંગ અસ સુન્દરતાઈ. સો પુરુષ જગ મેં અધિકાઈ’ પતંગ ઉડાવનાર અવશ્ય તેને લેવા માટે આવશે. ઘણી રાહ જોવા છતાં પણ પતંગ પાછો ન આવતાં શ્રીરામે હનુમાનજીને પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાવનારનાં દર્શન કર્યાં પછી જ પતંગ પાછો આપવાનું જણાવ્યું અને શ્રીરામના ચિત્રકૂટમાં દર્શન આપવાના આશ્વાસન પછી જ પતંગ પાછો આપ્યો.
આ પ્રસંગથી પતંગ ઉડાવવાની પરંપરા કેટલી પ્રાચીન છે તેનો ખ્યાલ આવે છે
#જય_માતાજી
🔷🔶#જય_શ્રી_રામ🔷🔶🚩
પૌષ્ટિક ગુણોનો ખજાનો ધરાવે છે ‘કાળા તલ’
પૌષ્ટિક ગુણોનો ખજાનો ધરાવે છે ‘કાળા તલ’
ઠંડીની ઋતુ શરૂ થાય એટલે આજે પણ લગભગ બધાં જ ઘરોમાં વિવિધ વસાણા બનવાની સોડમ અચૂક આવે. આર્થિક રીતે સધ્ધર ઘરોમાં અડદિયા પાક કે સૂકા મેવાનો ઉપયોગ કરીને વિવિધ પાક બનાવવામાં આવતો હોય છે. તો કોઈ વળી સૂકા મેવાનો ઉપયોગ આહારમાં ઠંડીની મોસમમાં ભરપૂર માત્રામાં કરવાનો આગ્રહ પણ રાખે છે. હા, સાથે આરોગ્યની જાળવણી માટે વ્યાયામ કરવામાં આવતો જ હોય છે.
આયુર્વેદ અનુસાર ઠંડીમાં તલનો ઉપયોગ કરવાથી શરીરને ગરમાવો મળે છે. વળી વિવિધ પૌષ્ટિક ગુણો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ઉત્તરાયણ આવે એટલે ઘરે ઘરે તલની ચિક્કી અચૂક બનતી જોવા મળે છે. સામાન્ય રીતે તલની ચિક્કી બનાવવામાં આપણે સફેદ તલ કે પોલિશ્ડ તલનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. શું આપે ક્યારેય કાળા તલનો છૂટથી આહારમાં ઉપયોગ ર્ક્યો છે ખરો? આ વર્ષે ચિક્કી બનાવો તો તેમાં સફેદ તલની સાથે કાળા તલનો પણ સમાવેશ કરજો. ચમત્કારિક ફાયદો આપના સ્વાસ્થ્યને આપ નવા વર્ષે ભેટ સ્વરૂપે આપી શકશો.
ચાલો આજે આપણે જાણી લઈએ આયુર્વેદ પ્રમાણે કાળા તલના સ્વાસ્થ્યવર્ધક ગુણો. કાળા તલમાં અન્ય તલની સરખામણીમાં સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી જોવા મળે છે. સામાન્ય રીતે કાળા તલનો ઉપયોગ કચરિયું કે આયુર્વેદિક દવાઓ બનાવવામાં છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન શિવજીની કૃપા મેળવવા પણ શિવજી ઉપર કાળા તલને ચડાવવામાં આવે છે. કાળા તલ ગરમ પ્રકૃતિ ધરાવે છે. તલની સાથે ગોળ ભેળવીને ખાવાનું પસંદ કરવામાં આવે છે.
કાળા તલમાં પ્રોટિન, કૅલ્શિયમ, મેગ્નેશિયમ, કૉપર, મૈંગેનીઝ, ફાઈબર, કાર્બસ્ની સાથે શરીર માટે આવશ્યક તેવી હેલ્થી ફેટની માત્રા પણ સમાયેલી છે.
તલના ત્રણથી ચાર પ્રકાર બજારમાં મળી રહે છે. જેવા કે કાળા તલ, સફેદ પોલિશ્ડ તલ, સાદા તલ, ઓર્ગેનિક તલ, બ્રાઉન તલ.
ભારતમાં કાળા તલની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં તલનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ 22.3 ટકા થાય છે. પશ્ર્ચિમ બંગાળ બીજા નંબરે 19.2 ટકાના ઉત્પાદન સાથે આવે છે. કર્ણાટકા 13.5 ટકા સાથે ત્રીજા નંબરે આવે છે. રાજસ્થાન 9.8 ટકા સાથે ચોથા નંબરે આવે છે. મધ્ય પ્રદેશ 9.06 ટકા સાથે પાંચમું સ્થાન ધરાવે છે. તામિલનાડુ 4.7 ટકા સાથે છઠ્ઠું સ્થાન ધરાવે છે. તો આંધ્ર પ્રદેશ 4.52 ટકા સાથે સાતમા ક્રમાંકે આવે છે. આઠમા ક્રમાંકે મહારાષ્ટ્ર 4.52 ટકા તલનું ઉત્પાદન કરે છે.
વિશ્વમાં તલના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમાંકે આવે છે. બીજા ક્રમાંકે ચીન તથા ત્રીજા ક્રમાંકે મ્યાનમાર આવે છે. કાળા તલનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો યોગ્ય છે. તલની પસંદગી કરતી વખતે તેનો રંગ ઘેરો કાળો હોય તે જોઈ લેવું. ક્યારેક તેની ઉપર ફૂગ લાગી જતી હોય છે. તો તેવા કાળા તલનો ઉપયોગ ટાળવો.
• બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે
કાળા તલમાં મેગ્નેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. શરીરનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં આ પોષક તત્ત્વ અત્યંત ઉપયોગી પુરવાર થયેલું છે. કાળા તલમાં પૉલિસેચ્યુરેટેડ ફેટ તથા સી-સેમિન કમ્પાઉન્ડની માત્રા સમાયેલી છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરની તકલીફથી પીડાતી વ્યક્તિએ કાળા તલનો ઉપયોગ આહારમાં નિયમિત કરવો જોઈએ. કાળા તલમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકે તેવો ઍન્ટિ-હાઈપરટેંસિંવ પ્રભાવ જોવા મળે છે.
• રોગપ્રતિરોધક શક્તિ વધારવામાં ઉપયોગી
કાળા તલમાં કૉપરની માત્રા સમાયેલી છે. કૉપર એક શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડન્ટ તરીકે કામ કરે છે. શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
• ત્વચા માટે ગુણકારી
કાળા તલમાં સેસમિન, સેસમોલિન નામક સત્ત્વ સમાયેલાં છે. જે વિટામિન ઈની માત્રા શરીરમાં વધારે છે. વિટામિન ઈની માત્રા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોય તો ત્વચા સ્વસ્થ તથા ચમકદાર બને છે. કાળા તલનો ઉપયોગ આહારમાં કરવાથી ત્વચા વય વધવાની સાથે કરચલી વાળી કે લબડી પડે તેવી બનતી નથી ત્વચાની ચમક જળવાઈ રહે છે.
• વાળની તંદુરસ્તી માટે ઉપયોગી
કાળા તલમાં વિટામિન બી તથા આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. શરીરમાં વિટામિન બી તથા આયર્નની ઊણપ સર્જાય તો કસમયે વાળ સફેદ થવા કે વાળ ખરવા લાગે છે. વાળના આરોગ્ય માટે પણ કાળા તલનો ઉપયોગ અકસીર ગણાય છે. કાળા તલનું તેલ પણ બજારમાં ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ વાળમાં કરવાથી વાળની તંદુરસ્તી જળવાઈ રહે છે.
• પાચન ક્રિયા સુધારવામાં મદદરૂપ
કબજિયાતની તકલીફ આજે અનેક લોકોને સતાવતી હોય છે. કાળા તલમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. મળ ત્યાગ માટે ફાઈબર અત્યંત ઉપયોગી ગણાય છે. કાળા તલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર સમાયેલું છે. વિવિધ વ્યંજનોમાં તલનો ઉપયોગ કરીને કબજિયાતની તકલીફથી છુટકારો મેળવી શકાય છે. તલમાં સમાયેલું પ્રાકૃતિક તેલ પેટમાં પડતાં કીડાને પણ બહાર કાઢવામાં મદદ કરે છે. પાચનતંત્ર મજબૂત બનાવવાની સાથે તલનું સેવન આંતરડાને પણ આરામ આપે છે.
• ઍન્ટિ ઑક્સિડન્ટની માત્રા ભરપૂર
કાળા તલમાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ભારતની કાનપુર સ્થિત ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચરલ તથા ટૅક્નોલૉજી દ્વારા કરવામાં આવેલા કાળા તલ ઉપરના સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે તલમાં સેસમોલિન તથા સેસમિન નામક લિગનેન કમ્પાઉન્ડ સમાયેલું જોવા મળે છે. જે ઍન્ટિ ઑક્સિડન્ટનો પ્રભાવ ધરાવે છે. લીવરને ઑક્સિડેટિવ નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
• કૅન્સરની સમસ્યાથી બચાવવામાં ઉપયોગી કૅન્સરના પ્રભાવથી બચવું હોય તેમણે અન-પોલિશ્ડ તલની સાથે કાળા તલનો પણ આહારમાં ઉપયોગ કરવો આવશ્યક છે. કાળા તલમાં સમાયેલું લિગનેન નામક સત્ત્વ ઍન્ટિ કેન્સર પ્રભાવ ધરાવે છે. આહારમાં ઉપયોગ કરવાથી શરીરમાં કૅન્સર સેલ વધવાની પ્રક્રિયા ધીમી પડી જતી હોય છે. વિવિધ કૅન્સરની વિવિધ બીમારી જેવી કે લંગ કૅન્સર, બ્રેસ્ટ કૅન્સર, પ્રોસ્ટેટ કૅન્સર તથા બ્લડ કૅન્સરથી બચવામાં મદદરૂપ બને છે. કૅન્સરની બીમારીમાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈને સારવાર કરાવવી આવશ્યક છે. તલનો આહારમાં ઉપયોગ કરવાથી બીમારીથી બચવામાં મદદ મળે છે. તેમ છતાં ગંભીર બીમારીમાં ડૉક્ટરનાં સલાહ-સૂચના પ્રમાણે આહારમાં તલનો સમાવેશ કરી શકાય છે.
• હાડકાંને મજબૂત બનાવવામાં ઉપયોગી
કાળા તલમાં કૅલ્શિયમ તથા ઝિંકની માત્રા ભરપૂર પ્રમાણમાં સમયોલી છે. કાળા તલનું ઠંડીમાં સેવન કરવાથી શરીરને હાડકાંની બીમારીથી સુરક્ષા પ્રદાન કરી શકાય છે.
- કાળા તલનો ઉપયોગ તંદુરીરોટી-નાનની ઉપર ભભરાવીને કરી શકાય છે.
- ઢોકળા -હાંડવામાં પણ કાળા તલને સજાવટ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
- ચિક્કી બનાવતી વખતે પણ સફેદ -કાળા તલની માત્રા એક સરખી લઈ શકાય છે.
- સલાડ-સૂપમાં શેકીને તૈયાર કરેલા કાળા તલનો ઉપયોગ કરી શકાય છે.
- મુરક્કુ કે ચકરી બનાવવામાં પણ સફેદ તલની સાથે કાળા તલનો ઉપયોગ પણ કરી શકાય છે.
- કુકીઝ બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે.
@ કાળા તલનું કચરિયું
બજારમાં કચરિયું આસાનીથી મળી જતું હોય છે. તેમ છતાં ઘરમાં બનાવેલું શુદ્ધ કચરિયું બનાવવાનો આનંદ આજના કોરોનાકાળમાં વધુ મળે છે.
સામગ્રી : 100 ગ્રામ કાળા તલ, અડધો કપ ખજૂર, 1 ચમચી ગંઠોળા પાઉડર, 1 ચમચી સૂંઠ પાઉડર, અડધો કપ સૂકા કોપરાનું છીણ, સજાવટ માટે કાજુ-બદામ. 85 ગ્રામ ઝીણો સમારેલો ગોળ.
બનાવવાની રીત : તલને સૌ પ્રથમ અધકચરા વાટી લેવા. ગોળ, ખજૂર, સૂકા કોપરાનું છીણ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર બધું જ મિક્સરમાં અધકચરું વાટી લેવું.
વધુ પડતું વટાઈ જાય નહીં તેનું ધ્યાન રાખવું. અન્યથા તલમાંથી તેલ છૂટું પડી જશે. માટે ધીમે ધીમે ધકચરું વાટી લેવું. બરાબર વટાઈ જાય એટલે એક કથરોટમાં કાઢીને બરાબર હાથેથી ભેળવી લેવું. હવાબંધ ડબ્બામાં ભરીને ઉપરથી કાજુ-બદામથી સજાવીને તાજેતાજું ઉપયોગમાં લેવું. કાળા તલનું કચરિયું સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.
તલનો ઠંડીમાં ભરપૂર માત્રામાં ઉપયોગ કરતાં સમયે તેમાં કાળા તલનો પણ સમાવેશ કરવાથી શરીરને વર્ષભરની આરોગ્યની ભેટ સ્વયંને આપ આપો છો.
Subscribe to:
Posts (Atom)