"શૈક્ષણિક માહિતી + સ્પર્ધાત્મ્ક પરીક્ષાને લગતી માહિતી/પરીક્ષા વગેરેની માહિતી શેર કરવા માટે આ બ્લોગના માધ્યમથી એક નાનક્ડો પ્રયાસ કર્યો છે,આશા છે આપ સૌને ગમશે." - મારા આ બ્લોગમા આપનું સ્વાગત છે.
-ગૌરાંગ પટેલ

Thursday, 30 December 2021

શિયાળામાં વિશિષ્ટ આકાર ધરાવતા શિંગોડા ખાવાના ફાયદા

શિયાળામાં વિશિષ્ટ આકાર ધરાવતા શિંગોડા ખાવાના ફાયદા
તમે ચાહો કે ન ચાહો, પરંતુ પ્રકૃતિ કે કુદરતના કરિશ્માની અજાયબી આશ્ર્ચર્ય પમાડે તેવી હોય છે. માનવીને બુદ્ધિમાન બનાવ્યા તો તેમણે સર્જેલી પ્રત્યેક વસ્તુમાં ગુણો તથા રૂપનો ખજાનો પણ સમાવી દીધો. પશુ-પંખીને પણ ખાસ રંગ-રૂપ-અવાજની ભેટ આપી તો ફળ-ફૂલને પણ રંગબેરંગી બનાવીને ખાસ સુગંધ તથા પૌષ્ટિકતા સમાવી દીધી. ઝરણાં-તળાવ-નદી-દરિયાનાં પાણીમાં પણ રંગની મહેફિલ જમાવીને સર્વસ્વ એક અજ્ઞાત શક્તિની અનુભૂતિ માનવીને કરાવી છે. 

હવે ખાસ વાત તો એ છે કે માનવીને સો ટકા ખ્યાલ છે કે કુદરતની અજાયબી પાસે તે વામણો છે. તેમ છતાં પોતાના ગર્વમાં રહીને પ્રાકૃતિક સંપત્તિને અકારણ નુકસાન પહોંચાડતો રહે છે. ક્યારેક તો પોતાના સ્વાર્થ ખાતર પણ પાંદડાં તોડીને કે ફૂલો ચૂંટીને બે મિનિટ સૂંઘીને જમીન ઉપર ફેકી દે છે કે પછી ગમે ત્યાં કચરો ફેંકીને કંઈ બન્યું જ નથી તેમ ગર્વથી ફરવા લાગે છે. એટલે જ એવું લાગી રહ્યું છે કે ઈશ્ર્વરે કે કુદરતે માનવીને શીખ આપવા અદૃશ્ય વાઇરસને ધરતી ઉપર છોડીને અભિમાનમાં બેધ્યાન બનેલા માનવીના ગર્વને તોડવાની શરૂઆત કરી દીધી છે. હજી પણ સમય વીતી ગયો નથી. આપણે ચેતી જવાની જરૂર છે.
ફળ તો તમે અનેક ચાખ્યાં હશે, જેમ કે કેળાં, કેરી, દ્રાક્ષ, દાડમ, પપૈયું, સક્કરટેટી, સંતરા તથા શિંગોડા. પ્રત્યેકનો આકાર તથા રંગ-સ્વાદ અદ્ભુત જોવા મળે છે. પછી ભલેને નાની અમથી દ્રાક્ષ હોય કે દાડમ, કેરી હોય કે કેળાં, પપૈયું હોય કે સક્કરટેટી કે પછી વિશિષ્ટ આકાર ધરાવતું ફળ શિંગોડા હોય. દરેક માનવીમાં જેમ ખાસ ગુણો છુપાયેલા હોય છે તે જ પ્રમાણે પ્રત્યેક ફળમાં પણ ખાસ ગુણો સમાયેલા હોય છે.
શિંગોડાના આકારની વાત કરીએ તો ત્રિકોણ જોવા મળે છે. ખાસ કરીને શિયાળામાં તે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિંગોડા તેના વિશિષ્ટ સ્વાદને કારણે પોતાની આગવી ઓળખ ધરાવે છે. શિંગોડા માતા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે, આથી તેમને નૈવેદ્ય ધરાવતી વખતે શિંગોડા ખાસ ધરાવવામાં આવે છે. એવી પણ લોકવાયકા છે કે માતા લક્ષ્મીને શિંગોડાનો ભોગ ધરાવવાથી તે ભક્તોની મનોકામના ઝડપથી પૂર્ણ કરે છે. 

શિંગોડાનો ઉપયોગ ફરાળમાં પણ ખાસ કરવામાં આવે છે. શિંગોડા લીલા તથા સૂકા તેમ બે પ્રકારના બજારમાં મળતા હોય છે. લીલા શિંગોડાનો રંગ લીલો હોય છે. વળી તેના બહારના પડ ઉપર બે-ત્રણ કાંટા પણ ઊગેલા જોવા મળે છે. સામાન્ય રીતે તળાવના પાણીમાં શિંગોડાનો પાક લેવામાં આવે છે. તેના પાનનો આકાર ત્રિકોણ તથા મુલાયમ હોય છે. તેનાં ફૂલ તળાવના પાણીની બહાર દેખાતાં હોય છે. શિંગોડાનું ફળ ત્રિકોણ ચપટું જોવા મળે છે. ફળની ઉપર ખાસ પડ જોવા મળે છે, જે અંદરના ફળને મુલાયમ બનાવી રાખવામાં મદદ કરે છે. તેનાં બીજ સફેદ રંગનાં હોય છે. શિંગોડાનાં મૂળિયાં પાણીમાં ડૂબેલાં લીલા રંગનાં જોવા મળે છે. 

લગભગ બધાને જ અનુભવ હશે કે વડીલો વારંવાર કહેતા કે મોસમી ફળનો આનંદ માણવો જ જોઈએ. શિયાળામાં મળતા ફળ તરીકે ઓળખ ધરાવતા શિંગોડાનો ઉપયોગ આહારમાં કરવાથી અનેક રોગમાં ફાયદો થાય છે, જેમ કે વાત-પિત્ત-કફને ઘટાડવાની સાથે વીર્યને વધારવામાં, ગાઢું બનાવવામાં મદદ કરે છે. રક્તપિત્ત તથા મોટાપાને ઘટાડવા માગતી વ્યક્તિએ પણ શિંગોડાનો આહારમાં મોસમી ફળ તરીકે ઉપયોગ કરવો જોઈએ. 

શિંગોડાનું વૈજ્ઞાનીક નામ છે ટ્રાપા નટન્સ (Trapa natans). તે લીથ્રેસી (Lythraceae) કુળનું ફળ ગણાય છે. અંગ્રેજીમાં તેને વૉટર કેલ્ટ્રોપ કે ઈન્ડિયન વૉટર ચેસ્ટનટ કે સિંગારા નટ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ત્રિકોણફલ કે જળફળ કહેવામાં આવે છે. ગુજરાતીમાં શિંઘ્રોડા કે શિંગોડા, બંગાળીમાં પાનિફલ, મરાઠીમાં સિંગાડા કે સિંઘાડે કે શેંગાડે, તેલુગુમાં કુબ્યકમ, તમિળમાં ચિંમકારા, પંજાબીમાં ગૉનરી કહેવામાં આવે છે.

100 ગ્રામ કાચા શિંગોડામાં 97 કેલરી, 0.1 ગ્રામ ફેટ, 23.9 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ ફાઈબર, 2 ગ્રામ પ્રોટીન તથા રાઈબોફ્લેવિન પણ સમાયેલું જોવા મળે છે. શિંગોડામાં વિટામિન એ, વિટામિન સી, સેટ્રિક એસિડ, ફોસ્ફરસ, નિકોટિનિક એસિડ, મેંગેનીઝ, થિયામિન, કૅલ્શિયમ, ઝિંક તથા સોડિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી પ્રોટીન ડાયેટરી ફાઈબર તથા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ સારું હોવાને કારણે શિંગોડાનો ઉપયોગ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કરવો આવશ્યક છે.

શિંગોડાનો પાક મુખ્યત્વે બિહાર, પશ્ર્ચિમ બંગાળ, ગુજરાત, ઓડિશા, ઉત્તર પ્રદેશ, તથા મધ્ય પ્રદેશમાં થાય છે. તળાવમાં તેની ખેતી કરવામાં આવે છે.  

© શિંગોડાના આરોગ્યપ્રદ ફાયદા
• ડિહાઈડ્રેશનની તકલીફમાં ગુણકારી
ઠંડીની મોસમમાં લોકો સામાન્ય રીતે પાણી પીવાનું ઘટાડી દેતા હોય છે. ગરમીમાં પાણીની તરસ લાગતી હોય છે તેટલી ઠંડીની મોસમમાં લાગતી નથી. અનેક વખત પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની તકલીફ થવા લાગે છે, આથી ઠંડીમાં ડિહાઈડ્રેશનની તકલીફ દૂર કરવામાં શિંગોડા લાભકારી ગણાય છે. શરીરને ઠંડક આપવાની સાથે વારંવાર દસ્તની તકલીફમાં પણ ફાયદેમંદ ગણાય છે.

• ત્વચાને ચમકદાર બનાવે છે
શિયાળામાં બીજી ખાસ તકલીફ ત્વચા સૂકી પડવાની થાય છે. આવા સંજોગોમાં શિંગોડાનો ઉપયોગ આહારમાં કરવાથી શરીરમાં પાણીની ઊણપ દૂર થાય છે. ત્વચા સૂકી પડતી અટકે છે. ત્વચામાં મોઈશ્ર્ચરની માત્રા જળવાઈ રહેવાને કારણે બરછટ બનતી અટકે છે.

• અનિદ્રાની તકલીફમાં લાભદાયી
શિંગોડામાં પોલિફેનોલિક તથા ફ્લેવોનોઈડ નામક ઍન્ટિ-ઑક્સિડન્ટ સમાયેલાં છે. વળી ઍન્ટિ-બેક્ટેરિયલ તથા ઍન્ટિ-કેન્સરના ગુણો પણ શિંગોડામાં ભરપૂર પ્રમાણમાં સમાયેલા છે. શિંગોડાનું સેવન પ્રમાણભાન સાથે કરવાથી અનિદ્રાની તકલીફમાં રાહત મળે છે.

• કમળામાં ફાયદાકારક
શિંગોડામાં ડિટોક્સિફિકેશનના ગુણો સમાયેલા છે, આથી કમળાની તકલીફમાં તે અત્યંત ગુણકારી ગણાય છે. તેને કાચા ખાવાથી કે તેનો જ્યુસ બનાવીને પીવાથી દર્દીના શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. તેને લીધે કમળાના દર્દીને રાહત મળે છે.

• એડી ફાટી જવાની તકલીફમાં ગુણકારી
શિયાળામાં એડી ફાટી જવાની તકલીફ ઠંડા પ્રદેશમાં વધુ જોવા મળે છે. એડી ફાટી જવાનું મુખ્ય કારણ શરીરમાં મેંગેનીઝની ઊણપ ગણાય છે. શિંગોડા એક એવું ફળ છે જેમાં મેંગેનીઝની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી તેના સેવાનથી શરીરમાં લોહીની ઊણપ જણાતી હોય તેમને ફાયદો થાય છે.

• થાઈરોઈડ રોગમાં લાભદાયક
શિંગોડા શરીરને પૂરતા પ્રમાણમાં ઊર્જા બક્ષે છે, આથી ઉપવાસમાં તેનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. શિંગોડાના લોટનો શીરો, શિંગોડાના લોટનાં થેપલાં, શિંગોડાના લોટની સેવ, શિંગોડાના લોટની કઢી વગેરે સરળતાથી બનાવીને ખાઈ શકાય છે. શિંગોડામાં આયોડિનની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે, આથી ગળાના રોગમાં રક્ષણ પૂરું પાડે છે. શિંગોડાનો ઉપયોગ આહારમાં કરવાથી થાઈરોઈડ ગ્રંથીને તેનું કામ સુચારુ રૂપથી કરવામાં સહાય મળે છે. થાઈરોઈડની સમસ્યા હોય તેમને માટે શિંગોડા અત્યંત ગુણકારી ફળ ગણાય છે.

• હાડકાં મજબૂત બનાવે છે
શિંગોડામાં કૅલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે, જેથી તેનો ઉપયોગ આહારમાં કરવાથી હાડકાં બરડ બનવાની તકલીફમાં રાહત મળે છે. દાંતની મજબૂતાઈ જાળવી રાખવામાં પણ મદદ મળે છે. શરીરને પૂરતા પ્રમાણમાં શક્તિ પ્રદાન કરે છે. 

• ગર્ભાવસ્થામાં ગુણકારી 
સિંગોડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન સમાયેલું હોય છે. વળી આયર્ન તથા ફોલેટની માત્રા પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. ગર્ભાવસ્થામાં શરીરમાં ફોલેટની માત્રા જળવાઈ રહે તે ગર્ભસ્થ શિશુના વિકાસ માટે આવશ્યક છે. આયર્નની પૂરતી માત્રા શરીરમાં લાહીની ઊણપ દૂર કરવામાં મદદ કરે છે. 
એવું પણ કહેવાય છે કે ગર્ભાવસ્થાના છેલ્લા માસમાં શિંગોડાનું સેવન કરવાથી પ્રસૂતિની પીડાથી બચી શકાય છે.

Tuesday, 30 November 2021

શ્રેષ્ઠ ઔષધીઓ...

નિષ્ણાત આયુર્વેદિક એક્સપર્ટ ને પૂછીને પછી પ્રયોગ કરવો જોઇએ...

Friday, 26 November 2021

ભારતનું બંધારણ📚 Related માહિતી...

*📚 ભારતનું બંધારણ📚*

💁‍♂ ઈ.સ.૧૯૪૬ માં શેમાં બંધારણસભાની વ્યવસ્થા કરવામાં આવી હતી ?
*કેબીનેટ મિશનમાં*

💁‍♂ ઈ.સ.૧૯૪૬ માં પ્રાંતોની ધારાસભાના સભ્યો દ્વારા બંધારણસભાનાં કેટલા સભ્યોની ચૂંટણી થઈ ?
*૩૮૯*

💁‍♂ બંધારણસભાનાં પ્રમુખ કોણ હતાં?
*ડૉ. રાજેન્દ્રપ્રસાદ*

💁‍♂ બંધારણસભાની પ્રથમ બેઠક કોના પ્રમુખ પદે મળી હતી ?
*સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે*

💁‍♂ બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
*૯ ડિસેમ્બર,૧૯૪૬*

💁‍♂ ડો. રાજેન્દ્રપ્રસાદને ક્યારે બંધારણસભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા ?
*૧૧ ડિસેમ્બર,૧૯૪૬*

💁‍♂ બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ની રચના ક્યારે કરવામાં આવી ?
*૨૯ ઓગષ્ટ, ૧૯૪૭*

💁‍♂ બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના અધ્યક્ષ કોણ હતાં ?
*ડૉ. ભીમરાવ (બાબા સાહેબ) આંબેડકર*

💁‍♂ બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના સલાહકાર કોણ હતાં ?
*સર બેનીગાલ નરસિંહરાવ*

💁‍♂ મુસદ્દા સમિતિએ તૈયાર કરેલ ખરડાનું પ્રથમ વાંચન ક્યારે થયું ?
*૪ નવેમ્બર,૧૯૪૮ ના રોજ*

💁‍♂ બંધારણને ક્યારે મંજૂર થયેલુ જાહેર કરવામાં આવ્યુ ?
*૨૬ નવેમ્બર,૧૯૪૯*

💁‍♂ બધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો ?
*૨ વર્ષ,૧૧ મહિના અને ૧૮ દિવસ*

💁‍♂ પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
*ડૉ. રાજેન્દ્રપ્રસાદ*

💁‍♂ ડૉ. રાજેન્દ્રપ્રસાદને પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ક્યારે ચૂંટવામાં આવ્યા ?
*૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ*

💁‍♂ બંધારણનો અમલ ક્યારથી શરુ થયો ?
*૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ*

💁‍♂ ભારતના બંધારણનો પ્રારંભ શેનાથી થાય છે ?
*આમુખથી*

💁‍♂ વિશ્વનું સૌથી વિશાળ બંધારણ કયા દેશનું છે ?
*ભારત*

💁‍♂ બંધારણનો ૪૨ મો સુધારો ક્યારે થયો ?
*ઈ.સ. ૧૯૭૬*

💁‍♂ બંધારણના કયા ભાગમાં મૂળભૂત હકોનો સ્વીકાર કરવામાં આવ્યો છે ?
*બંધારણના ત્રીજા ભાગમાં*

💁‍♂ બંધારણના ચોથા ભાગમાં શેનો સમાવેશ થાય છે ?
*રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો*

💁‍♂ રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો કયા બે વિભાગમાં છે ?
*(૧) આંતરિક નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો અને (૨) બાહ્ય નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો*

💁‍♂ બંધારણની કલમ ૭૯ અનુસાર ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
*રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા*

💁‍♂ ખરડો કાયદો ક્યારે બને ?
*સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) કાયદાના ખરડાને પસાર કરે પછી રાષ્ટ્રપતિની સહી થતાં ખરડો કાયદો બને છે.*

💁‍♂ બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ નક્કી કરવામાં આવી છે ?
*કલમ ૮૦ અનુસાર*

💁‍♂ રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ માંથી કેટલા સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે ?
*૧૨ સભ્યો*

💁‍♂ રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
*ઓછામાં ઓછી ૩૦ વર્ષ*

💁‍♂ રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે ?
*૬ વર્ષ માટે*

💁‍♂ રાજ્યસભા એ કેવુ ગૃહ છે ?
*કાયમી ગૃહ*

💁‍♂ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ?
*૧/૩ ભાગના સભ્યો*

💁‍♂ રાજ્યસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
*ઓછામાં ઓછી બે(૨) બેઠક*

💁‍♂ રાજ્યસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
*અધ્યક્ષ દ્વારા(ચેરમૅન)*

💁‍♂ રાજ્યસભાના અધ્યક્ષનો હોદ્દો કોણ સંભાળે છે ?
*ભારતના ઉપરાષ્ટ્રપતિ*

💁‍♂ બંધારણની કઈ કલમ અનુસાર લોકસભાના સભ્યો ચૂંટાય છે ?
*કલમ (૮૧) અનુસાર*

💁‍♂ ૪૨મા બંધારણીય સુધારા મુજબ લોકસભાની સભ્યસંખ્યા કેટલી રહેશે ?
 *૫૪૫ સભ્યો*

💁‍♂ લોકસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
*ઓછામાં ઓછી ૨૫ વર્ષ*

💁‍♂ લોકસભાની સમય મર્યાદા કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?
*૫ વર્ષ*

💁‍♂ લોકસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
*ઓછામાં ઓછી બે(૨) બેઠક*

💁‍♂ લોકસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
*અધ્યક્ષ દ્વારા(સ્પીકર)*

💁‍♂ બંધારણમાં અત્યાર સુધી કેટલા સુધારાઓ થયા છે ?
*૭૮ સુધારા*

💁‍♂ દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ?
*વડાપ્રધાન ને*

💁‍♂ પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર છે ?
*લોકસભાને*

💁‍♂ પ્રધાનો દરેક કાર્ય કોના નામે કરે છે ?
*રાષ્ટ્રપતિ*

💁‍♂ સરકારી ખરડાઓ કોણ રજુ કરે છે ?
*જે–તે ખાતા ના પ્રધાન*

💁‍♂ બિનસરકારી ખરડો એટલે શું ?
*પ્રધાન સિવાય અન્ય કોઈ સભ્ય ખરડો રજુ કરે*

💁‍♂ ખરડો રજુ કરતા પહેલા કોની મંજુરી લેવી પડે ?
*સ્પીકરની*

💁‍♂ કયો ખરડો પહેલા લોકસભામાં જ રજુ થઇ શકે ?
*નાણાંકીય ખરડો*

💁‍♂ લોકસભાએ પસાર કરેલા નાણાંકીય ખરડાને રાજ્યસભાએ ચર્ચા કરી કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવો પડે ?
*૧૪ દિવસ*

💁‍♂ ૧૪ દિવસમાં પરત ન મોકલેલો ખરડો કોણે પસાર કર્યો ગણાય ?
*રાજ્યસભાએ*

💁‍♂ બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી નક્કી કરવામાં આવી છે ?
*કલમ ૫૮*♦ *ભારતના બંધારણની વિશેષતાઓ*

👉🏿 ભારતનું બંધારણ લેખિત હોવાથી તેને ‘દસ્તાવેજી બંધારણ’ કહે છે.

👉🏿 ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.

👉🏿 બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.

👉🏿 પરિવર્તનશીલ બંધારણ છે.

👉🏿 સંઘાત્મક શાસન પ્રણાલિ છે.

👉🏿 બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.

👉🏿 પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.

👉🏿 સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.

👉🏿 ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.

👉🏿 દ્વિગૃહી ધારાસભા છે.

👉🏿 એકજ નાગરિકતાની જોગવાઇ છે.

👉🏿 સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.

👉🏿 ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.

👉🏿 બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.
♦ *ભારતના બંધારણનું આમુખ*

👉🏿 બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

👉🏿 આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.

👉🏿આમુખ ઇ.સ 1973 થી બંધારણનો ભાગ બન્યું.

👉🏿 આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.

👉🏿 આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.

👉🏿 ઇ.સ 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.

👉🏿 ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.

♦ *ભારતના બંધારણ  ના મહત્વની કલમો*

👉🏿 *ભાગ-1*
*(સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર)*
   
➖અનુચ્છેદ-01
ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.

➖અનુચ્છેદ-02
નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.

➖અનુચ્છેદ-03
નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.

👉🏿 *ભાગ-2*
*(નાગરિકતા)*
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.
 
➖અનુચ્છેદ-05
સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.

➖અનુચ્છેદ-06
ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.

➖અનુચ્છેદ-07
પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.

👉🏿 *ભાગ-3*
*(મૂળભૂત હક્કો/અધિકારો)*
અનુચ્છેદ-12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો) અંગે ના છે. 

➖અનુચ્છેદ-14 થી18
(1) સમાનતાનો હક

➖અનુચ્છેદ-19 થી 22
(2) સ્વતંત્રતાનો હક

➖અનુચ્છેદ-23 થી

24
(3) શોષણ સામેનો હક

➖અનુચ્છેદ-25 થી 28
(4) ધાર્મિક સ્વતંત્રતાનો હક

➖અનુચ્છેદ-29 થી 30
(5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો

➖અનુચ્છેદ-32
(6) સંવિધાનના ઉપાયોનો હક (બંધારણીય ઇલાજોનો હક)

♦ *મૂળભૂત હક્કો  ના અગત્યના અનુચ્છેદો*

👉🏿 અનુચ્છેદ-14
➖કાયદાની નજરે બધા નાગરિકો સમાન.

👉🏿 અનુચ્છેદ-15
➖ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)

👉🏿 અનુચ્છેદ-16
➖જાહેર નોકરીમાં દરેકને સમાન તક.

👉🏿 અનુચ્છેદ-17
➖અસ્પૃશ્યતા નાબૂદી.

👉🏿 અનુચ્છેદ-20
➖અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.

👉🏿 અનુચ્છેદ-21
➖જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.

👉🏿 અનુચ્છેદ-21 (ક)
➖શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)

👉🏿 અનુચ્છેદ-22
➖ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.

👉🏿 અનુચ્છેદ-23
➖મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.

👉🏿 અનુચ્છેદ-24
➖કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)

👉🏿 અનુચ્છેદ-29
➖લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)

👉🏿 અનુચ્છેદ-30
➖ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.

👉🏿 અનુચ્છેદ-31
➖મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે.)
⬛◽⬛◽⬛◽⬛◽⬛◽⬛♦ *બંધારણમાં કયા દેશમાંથી કઈ-કઈ બાબતો લેવામાં આવી છે.*

💁🏻‍♂ સંસદીય પ્રણાલી :- બ્રિટન

💁🏻‍♂ સંસદીય વિશેષાધિકાર :- બ્રિટન

💁🏻‍♂ સંસદ-વિધાનસભા-વિધાનસભા પરિષદની પ્રક્રિયા :- બ્રિટન

💁🏻‍♂ મૂળભૂત અધિકારો :- અમેરિકા

💁🏻‍♂ સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ :- અમેરિકા

💁🏻‍♂ ઉપરાષ્ટ્રપતિનું પદ :- અમેરિકા

💁🏻‍♂ રાજ્યવ્યવસ્થા :- કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 
એક્ટ-૧૯૩પ

💁🏻‍♂ કટોકટી સંબંધી જોગવાઈઓ :- જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 
એક્ટ-૧૯૩પ

💁🏻‍♂ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો :- આયર્લેન્ડ

💁🏻‍♂ નાગરિકોની મૂળભૂત ફરજો :- સોવિયેત સંઘ

💁🏻‍♂ પ્રજાસત્તાક :- ફ્રાન્સ

💁🏻‍♂ સંયુક્ત યાદી :- ઓસ્ટ્રેલિયા♦​ *બંધારણમાં સુધારાની પદ્ધતિ*

💁🏻‍♂ ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો  તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે જે નીચે પ્રમાણે છે .

👉🏿 (1)સંસદમાં  સામાન્ય બહુમતીથી  એટલે કે  50 %  થી વધુ માટે સુધારો .

👉🏿 (2)સંસદમાં સંસદસભ્યો  દ્વારા  2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના  50 % થી વધુ માટે  સુધારો.

👉🏿 (3)સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો.

➖બંધારણમાં અત્યાર સુધી લગભગ 96 જેટલા સુધારાઓ થયા છે , બંધારણમાં પ્રથમ સુધારો 1951 મા થયો હતો.

➖બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો 1976 માં  42 માં  સુધારો થયો હતો જેને મીની બંધારણ પણ કહે છે . 

♦ *બંધારણના મહત્વના સુધારાઓ*

👉🏿 પ્રથમ સુધારો (1951) : 
➖મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર  સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ .

👉🏿 બીજો સુધારો (1953) :   ➖રાજ્યોને  સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં  આવ્યું.

👉🏿 સાતમો સધારો (1956) :
➖14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને  રાજ્ય તરીકે માન્ય કર્યા.

👉🏿 આઠમો સુધારો (1960) : ➖અનુસુચિતજાતી  અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને  20  વર્ષ કરવામો આવ્યો .

👉🏿 દસમો સુધારો (1961) :
➖દાદરા તથા નાગર હવેલી  વિસ્તાર ભારતનો  બની  ગયો.

👉🏿 બારમો  સુધારા (1961) : 
➖ગોવા , દમણ અને દીવ ભારતમાં જોડાયા  .

👉🏿 તેરમો  સુધારો (1962) : 
➖નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય  બનવાનો સુધારો.

👉🏿 ચોદમો સુધારો (1962) :
➖ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો .

👉🏿 પંદરમો સુધારો (1963) :
➖ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી.

👉🏿 એકવીસમો સુધારો (1967) :  
➖બંધારણના  આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ .

👉🏿 છવ્વીસમો  સુધારો (1971) :  
➖ રાજાના સાલીયણા  તથા વિશેષ અધિકારો  બંધ કરી દીધા.

👉🏿 એક્ત્રીસમો  સુધારો (1973) :
➖લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને  545 કરવામાં આવી.

👉🏿 છ્ત્રીશ્મો સુધારો (1975) : 
➖આ સુધારાથી  સિક્કિમ ભારતનું  22 મું  રાજ્ય બન્યું.

👉🏿 સાડાત્રીસ્મો  સુધારો  (1975 ) :
➖અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો .

👉🏿 બેતાલીસમો સુધારો (1976) :
➖આ સુધારાથી  બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી  અને બિનસાંપ્રદાયિક  નવા શબ્દો ઉમેરવામાં આવ્યા . રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું . મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું . મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી . રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે . રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં  એક વર્ષ સુધી  રાષ્ટ્રપતિ શાસન  લાદી શકાય છે , તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો .

👉🏿 ચુમાલીસમો સુધારો (1978) :
➖મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા . લોકસભા,વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો.

👉🏿 સુડતાલીસમો  સુધારો (1984 ) :  
➖નવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા .

👉🏿 બાવનમો સુધારો (1985) :
➖રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો.

👉🏿 ત્રેપનમો સુધારા (1986) : 
➖આ  સુધારાથી મિઝોરમ ભારતનું  24 મું રાજ્ય બન્યું.

👉🏿 ચોપનમો સુધારો (1986) : 
➖સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના  ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો .ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને  રૂ.10,000 માસિક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને  રૂ.9000 માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને  રૂ.8000 માસિક પગાર આ સુધારાથી નક્કી થયો.

👉🏿 સત્તાવનમો સુધારો (1987) :  ➖આ સુધારાથી ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું.

👉🏿 એકસઠમો  સુધારો  ( 1989) :
➖આ સુધારા દ્વારા ચૂંટણી માટે  મતદાતા માટે 21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી. માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે.

👉🏿 બાસઠમો સુધારો (1989) :
➖લોકસભા અને વિધાનસભાઓમાં  અનુસુચિતજાતિ અને અનુસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત  10 વર્ષે વધારાઈ જે  2000 સુધી અમલમાં રહેશે.

👉🏿 છાસઠમો  સુધારો (1990) :
➖બંધારણના નવમાં પરીશિષ્ટમાં 55 નવા જમીન સુધારણાના  કાયદા ઉમેરવામાં આવ્યા.

👉🏿 ઓગણસીત્તેરમો સુધારો  (1991) :
➖કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે , તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી.

👉🏿 સીતેરમો સુધારો (1962) :
➖પોંડીચેરી તથા દિલ્હી  વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં  આવ્યો.

👉🏿 એકોતેરમાં સુધારો (1992) :
➖બંધારણના આઠમા પરીશિષ્ટમાં  નેપાળી , મણિપુરી  તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી.

👉🏿 તોતેરમો સુધારો (1992) : 
➖ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ,તથા મહાનગરપાલિકાઓમાં 33 %  બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી .

👉🏿 ચુમોતેરમાં સુધારો (1992) :
➖પંચાયતીરાજ  સબંધી સુધારો .

👉🏿 પંચોતેરમો સુધારો (2002) :
➖ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ ની રચના કરવામાં આવી અને ભાડુઆતો સબંધી  કેસો આ ત્રિબ્યુંનલમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી.

👉🏿 પંચયાસીમો  સુધારો (2002) :  
➖બંધારણીય અનુંછેદ 16(4 A ) નો સંશોધિત 85 મો  બંધારણીય સુધારો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો આ સુધારા અનુસાર અનુસુચિત જાતી  અને અનુસુચિત જનજાતિના  સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ આપવામાં આવ્યો.

👉🏿 છ્યાસીમો સુધારો (2002) : 
➖આ સુધારા દ્વારા  પ્રાથમિક શિક્ષણને  મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું અને રાજ્ય સરકાર માટે  6 થી 14  વર્ષના બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ. અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મુંકવામાં  આવ્યો .  આમ મૂળભૂત ફરજો 10 માંથી વધી ગઈ ને 11 થઇ.

👉🏿 સીતયાસીમો સુધારો (૨૦૦૩) :  
➖આ સુધારા દ્વારા સર્વિસ ટેક્સ ઉઘરાવવાની અને આ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવાની  જોગવાઈ અનુચ્છેદ 268 A ઉમેરીને કરવામાં આવી .

👉🏿 એકાણું મો સુધારો (૨૦૦૩) :
➖આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો. આ પહેલા પક્ષના 1/3 સભ્યો એકસાથે બીજા પક્ષમાં જાય તો તેણે કાયદેસર બનવાની જોગવાઈ પક્ષ પલટા વિરોધી કાનૂનમાં હતી. પરંતુ આ સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી.

👉🏿 92 મો સુધારા (2003) : 
➖બોડો,ડોગરી,મૈથાલી અને સંથાલી ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ.

👉🏿 93 મો સુધારા (2005) :
➖ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27 % અનામત જોગવાઈ .

👉🏿 94 મો સુધારો  (2006) :  
➖ઝારખંડનું અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T ખાસ મંત્રીની જોગવાઈ બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી .

👉🏿 95મો સુધારો (2009) : 
➖SC અને ST  માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ (એટલે કે 25જાન્યુ,2020 સુધી)

👉🏿 96 મો સુધારો  (2011)  :
➖ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને  ઓડિશા કરવામાં આવ્યું.

189-Revise-Final-Answer-Key#AnswerKey#GSSSB પેટા_હિસાબનીશ_સબ_ઓડીટર

LRD ભરતી call Latter....

Thursday, 8 April 2021

TAT ભરતી BIG BREAKING NEWS

 શિક્ષણ સહાયક શાળા ફાળવણી ડીકલેર


ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી ભરતી માટે જનરલ જગ્યાઓ પર  શાળાફાળવણી  લીસ્ટ મુકાઈ ગયેલ છે.

જેમને શાળા ફાળવવામા આવી છે તેમના TAT નંબર આપેલા છે.


વિષયવાઈઝ શાળાફાળવણી લીસ્ટ ડાઉનલોડ કરવા માટે👇https://gserc.in/